Rajkot News: રાજકોટ ગેંગવોરમાં ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી, વધુ ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

Continues below advertisement

રાજકોટમાં પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે થયેલ ફાયરિંગના કેસમાં ક્રાઈમબ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ. ક્રાઈમબ્રાન્ચની ટીમે મુખ્ય સુત્રધાર સમીર ઉર્ફે મુરઘા પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ અને સોહિલ ઉર્ફે ભણો સિકંદર ચાનીયાને રાજકોટમાંથી ઝડપી પાડ્યા છે.. એટલુ જ નહીં. ગેંગને હથિયાર સપ્લાય કરનાર ઋતુરાજસિંહ નામના આરોપીની પણ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ છેલ્લા 13 દિવસથી પોલીસને ચકમો આપીને અલગ અલગ ભાગતા ફરતા હતા. ઝડપાયેલા આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરાશે. અત્યાર સુધીમાં પોલીસે પેંડા ગેંગના 13 અને મુર્ગા ગેંગના સાત આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે શક્તિ ઉર્ફે પેંડાની યાદમાં ગેંગનું નામ પેંડા ગેંગ પડ્યુ છે. ગુજસીટોકના ગુનાના ચાર આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.. જ્યારે બાકીના 11 આરોપીઓની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે કબજો મેળવી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે. એટલુ જ નહીં. આરોપીઓની મિલકતો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.. તપાસ બાદ આરોપીઓની જો કોઈ ગેરકાયદે મિલકત જણાશે તો તેને તોડી પાડવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola