Rajko: દારૂના નશામાં વાહન ચાલકો બેફામ, કેસરી હિન્દ પુલ પર કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો

રાજકોટના કેસરી હિન્દ પુલ પર દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે ડિવાઈડર પર ચઢાવી દીધી કાર. ઘટનામાં કોઈ જાનહાનિ નહિ... 

રાજ્યમાં માર્ગ અકસ્માતો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોશ લોકોને હડફેટ લેતા તત્વો સામે પોલીસ તંત્ર પણ લાચાર હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટના કેસરી હિન્દ પુલ પર દારૂના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. એક  દિવસ પહેલા રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલી મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે આવી એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમા બે બાળક સાથે પગપાળા જઈ રહેલી મહિલાને પૂરપાટ ઝડપે આવી રહેલા હ્યુન્ડાઇની વર્ના કારચાલકે અડફેટે લેતાં ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યા ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા પહોંચતાં પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola