Dwarka News | દ્વારકામાં ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર
Dwarka News | દ્વારકા જિલ્લા માં ભાણવડ ની હોસ્ટેલમાં 7માં ધોરણ માં અભ્યાસ કરતી વિધાર્થિનીએ કર્યો આપઘાત. વિદ્યાર્થીનીએ હોસ્ટેલ ના રૂમ માં જ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. ભાણવડ ની શિવ કૃપા હોસ્ટેલની આ ઘટના. 13 વર્ષીય સેજલબેન રૂડાભાઈ કોડીયાતર નામની વિદ્યાર્થિની એ કર્યો આપઘાત. ક્યાં કારણે આપઘાત કર્યો તે તપાસનો વિષય. ભાણવડ પોલીસ તેમજ વિદ્યાર્થિની ના પરિવારજનો પહોંચ્યા હોસ્ટેલ પર. ઘટના સ્થળે થી સુસાઈડ નોટ પણ નીકળી હોવાનું પ્રથમ દર્સિય લોકોનું કેહવુ. હાલ સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઇ. બાળકોમાં વધી રહેલ આપઘાતના બનાવ વાલીઓ માટે ચિંતાનો વિષય.