સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને પડ્યા પર પાટુ, જુઓ વીડિયો
રાજકોટ: સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની છે. ચોમાસામાં વાવેતર સમયે પાક નિષ્ફળ ગયો, હવે ભાવ ઘટતા સ્થિતિ કફોડી બની છે. સતત ડુંગળીના ભાવ ઘટતા છતાં આયાત યથાવત, નિકાસ પર પ્રતિબંધ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.