રાજકોટ: દીવાલ ધરાશાયી થવાની ઘટના, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે નોંધાયો ગુનો
રાજકોટના જીવરાજ પાર્કમાં દીવાલ ધરાશાયી થવાની ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી છે. તાલુકા પોલીસે જવાબદારો સામે ગુનો નોંધ્યો છે. બ્લોસમ બિલ્ડીંગના બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે ગુનો નોંધાયો છે. દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં બે શ્રમિકોના મોત થયા હતા.