નીતિન પટેલે સૌરાષ્ટ્રવાસીઓને 'ચોર' કહ્યા હોવાના કાછડિયાના આક્ષેપ મુદ્દે રાદડિયાએ શું આપ્યો જવાબ ? જુઓ વીડિયો
ભાજપના જ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નારણભાઈ કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે, નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમા સૌની યોજના નીતિન પટેલના કારણે વિલંબમાં પડી. નીતિનભાઈ કહેવા કંઈક માગે છે અને કહી કંઇક અલગ રહ્યા છે.