Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને મનસુખ સાગઠીયા ની મુશ્કેલીમાં વધારો, મનસુખ સાગઠીયા ની એસીબીના અધિકારીઓ દ્વારા સતત બે દિવસથી પૂછપરછ, એસીબીના અધિકારીઓએ સાગઠીયા ની સંપત્તિ જંત્રી મુજબ જાહેર કરી, સાગઠીયાના ફાર્મ હાઉસ,અનેક પેટ્રોલ પંપ, સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડાઓમાં ખેતીની જમીનની કરોડોની કિંમત, સામાન્ય રીતે જંત્રી કરતાં કોઈ પણ મિલકત ની કિંમત 20 ગણી હોય, એટલે કે સાગઠીયા ની સંપત્તિ 200 કરોડ કરતાં વધારે હોવાની ચર્ચાઓ, સાગઠિયાના પરિવારની મીલકતની જાણકારી મેળવવી જરુર, સાગઠિયાના પરિવારજનની જામનગરમાં પણ જમીન, સાગઠીયા પાસે આટલી રોકડ અને સોનું આવી આવ્યું ક્યાંથી તે સૌથી મોટો સવાલ, રાજકોટના બિલ્ડરો દ્વારા નિયમ મુજબ બાંધકામ ન કરવાના સાગઠીયાને કરોડો રૂપિયા મળ્યાની પણ ચર્ચા, મોટાભાગના બિલ્ડરોએ રોકડ વહીવટ કર્યો હોવાની પણ વાત, રાજકોટના મોટાભાગના બિલ્ડરો સાથે ભાજપના ટોચના નેતાઓ ભાગીદાર, આ બિલ્ડરો કે ભાજપના નેતાઓ મામલે સીટ કે સત્ય શોધક સમિતિ તપાસ કરશે, એસીબી માં અત્યાર સુધીમાં જે તપાસ બહાર આવી તેમાં સીટના અધિકારીઓ મૂળ સુધી જશે, સાગઠીયા ના પરિવારજનો પણ ઉચ્ચ હોદ્દા પર, પરિવારના લોકો ટોચના હોદા પર હોવાના કારણે સાગઠીયા રૂપિયા બનાવ્યા હોવાની ચર્ચા.