Gondal Khunt Suicide Case: અમિત ખૂંટ આપઘાત કેસને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા
Gondal Khunt Suicide Case: અમિત ખૂંટ આપઘાત કેસને લઈને પોલીસના ચોંકાવનારા ખુલાસા
દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા 37 વર્ષીય અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, રાજકોટ પોલીસે આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને કેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ગોંડલ તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં અમિત ખૂંટને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનામાં સંજય પંડિત તેમજ દિનેશ પાતર નામના વકીલોની પણ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 17 વર્ષીય સગીરા તેમજ તેની બહેનપણી 27 વર્ષીય પૂજા રાજગોર તેમજ બંને વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગોંડલના રીબડાના યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા પ્રેસ કરીને ખુલાસા કરતાં જણાવ્યું કે, અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો, આ કેસમાં અમે બે વકીલ, દુષ્કર્મની ફરિયાદ કરનારી તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં બે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરે ફસાવવા કાવતરૂ રચ્યુ હતુ. આ કેસમાં અનિરૂદ્ધસિંહ અને તેના પુત્ર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે અને સાથે સાથે એક કથિત પત્રકારની પણ ભૂમિકા હોવાની આશંકા સેવાઇ રહી છે.