ABP News

Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડ

Continues below advertisement

જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં મોટો અપસેટ સર્જાયો છે. 11 વોર્ડની 44 બેઠકો માટે પ્રદેશ ભાજપે 42 ઉમેદવારોનું મેન્ડેન્ટ જાહેર કરતા વિવાદ સર્જાયો હતો.  પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ પણ પક્ષ તરફથી મેન્ડેટ ન મળ્યુ.  

પ્રદેશ ભાજપમાંથી જાહેર કરેલ ઉમેદવારોના નામમાં વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ના બંન્ને ઉમેદવારોના નામ ન હોવાથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાના નામનું મેન્ડેટ ન આવતા અન્ય ભાજપના 42 ઉમેદવારો તેમના સમર્થનમાં આવ્યા છે.  ધારાસભ્ય જયેશ રાદડીયાની હાજરીમાં જ તમામ 42 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચવા સાથે સુરેશ સખરેલીયાને સમર્થન જાહેર કર્યુ છે.  રણનીતિ નક્કી કરીને ભાજપના ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક પરત ખેંચવાની રણનીતિ ઘડશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola