રાજકોટ અગ્નિકાંડની તપાસ હવે નિવૃત જજ ડી. એ. મહેતાને સોંપાઈ, જુઓ વીડિયો
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજકોટની ઉદય શિવાનંદ આશ્રમ સંચાલિત હોસ્પિટલ ખાતે લાગેલી આગના બનાવ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આ ઘટનાની ન્યાયિક તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતા ના અધ્યક્ષે તપાસ પંચ નિમવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ તપાસ પંચ હવે ઘટનાની તલસ્પર્શી તપાસ કરશે.