Heart Attack | સૌરાષ્ટ્રના ફૂટબોલ પ્લેયર 26 વર્ષીય મિત કોટકનું ટૂર્નામેન્ટ બાદ હાર્ટ અટેકથી મોત
Heart Attack | વેરાવળના 26 વર્ષના ફૂટબોલ પ્લેયરનું રમત બાદ હાર્ટ એટેક બાદ મોત. વેરાવળના મિત અરવિંદભાઈ કોટક (ઉ. વ. 26) નું ફૂટબોલ ટુર્નામેન્ટ બાદ એકાએક છાતીમાં દુખાવો આવી અને ઢળી પડતા થયું મોત. અરવિંદભાઈ પી. જી. વી. સી. એલ. ના નિવૃત્ત કર્મચારીના પૂત્ર ફૂટબોલ પ્લેયર હતા. ગત મોડી રાત્રે રાત્રે વેરાવળ ના માલ જીંજવા મુકામે ફૂટબેલ ટુર્નામેન્ટ રમ્યા બાદજ થોડીવારમાં હાર્ટ એટેક આવતા હૃદય બેસી ગયું ત્યાં હાજર તજજ્ઞ લોકોએ પણ CPR આપી બચાવવાની મહેનત કરી પણ કારગર ના નીવડી. અને દવાખાને લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા કોટક પરિવારનો એકનો એક દીકરો ગુમાવતા.. પરિવારજનો શોકાતૂર.