Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયો

Continues below advertisement

Rajkot Rains: રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં વરસાદી માહોલ છવાતા બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારો વરસાદ થતા રાજકોટ શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની પોલ ખુલી હતી. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. માત્ર એક ઈંચ વરસાદમાં 150 ફૂટ રિંગ રોડ પાણી પાણી થયું હતું. અમિન માર્ગના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.

સામાન્ય વરસાદમાં રાજમાર્ગો પર જળબંબાકાર થયા હતા. એસ્ટ્રોન ચોકના નાળામાં વરસાદી પાણી ભરાતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજકોટ પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, દર વર્ષની આ સ્થિતિ છતાં પ્રશાસન સુધરવા તૈયાર નથી. રાજકોટ મનપાનું નઘરોળ પ્રશાસન ક્યારે સુધરશે એ મોટો સવાલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram