Rajkot Helmet Compulsory : રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત, પહેલા દિવસે કેવા સર્જાયા દ્રશ્યો?

Rajkot Helmet Compulsory : રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત, પહેલા દિવસે કેવા સર્જાયા દ્રશ્યો?

રાજકોટ: રાજકોટમાં આજથી (8 સપ્ટેમ્બર) ફરજિયાત હેલ્મેટની નિયમની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.  મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરેલા કેમેરામાં કેદ થયા છે.  રાજકોટ પોલીસે અલગ- અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે.  સોરઠીયાવાળી સર્કલ, રિંગ રોડ, મવડી વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

ટ્રાફિક પોલીસ દ્વારા ટૂવ્હીલર ચાલકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ આપવાનું શરુ કર્યું છે. ખાસ કરીને જે લોકો હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે, તેમને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી લોકોને હેલ્મેટ પહેરવા માટે સલાહ આપવામાં આવે છે. સલાહ બાદ પણ હેલ્મેટ ન પહેરતા હોય તેવા ટુ વ્હીલર ચાહકોને દંડ  ફટકારવાનું શરુ કર્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola