રાજકોટમાં પોલીસકર્મી જ નવ લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે ઝડપાયો, જુઓ વીડિયો
રાજકોટ વિદ્યાનગર રોડ પરથી SOGએ ત્રણ શખ્સોને દારૂ સાથે ઝડપ્યા હતા. રાજકોટ પોલીસે અમદાવાદ આઈ ડિવિઝનના ટ્રાફિક ASI સહિત ત્રણ શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપ્યા હતા. આરોપીઓ રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર દારૂની સપ્લાય કરતા હતા. ટ્રાફિક ASI વીરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે 2 કાર અને દારૂ સહિત 9 લાખ 53 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.