Rajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસ
રાજકોટ એક વિદ્યાર્થી છરી લઈને પહોંચી ગયો શાળાએ. રેલનગર વિસ્તારમાં આવેલ આશીર્વાદ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છરી લઈને પહોંચ્યો. અને એક વિદ્યાર્થી પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. જેમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પણ પહોંચી. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં પણ કેદ થઈ. જો કે સ્કૂલ સંચાલકે બંને પરિવારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું છે. છરી લઈને આવનાર વિદ્યાર્થીને સ્કૂલે એલ.સી પકડાવી દીધું.
રાજકોટ એક વિદ્યાર્થી છરી લઈને પહોંચી ગયો શાળાએ. રેલનગર વિસ્તારમાં આવેલ શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છરી લઈને પહોંચ્યો. અને એક વિદ્યાર્થી પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. જેમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પણ પહોંચી. આ સમગ્ર ઘટના ક્લાસરૂમમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં પણ કેદ થઈ. જે બાદ એ વિદ્યાર્થીએ શિક્ષકને ફરિયાદ કરતા શિક્ષકે તેની ચેમ્બરમાં જઈને વિદ્યાર્થીની સ્કૂલબેગમાંથી છરી પણ કાઢી. આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે શિક્ષક પર હુમલો કરવાના ઈરાદે વિદ્યાર્થી પોતાની સાથે છરી લાવ્યો હતો.. હાલ તો પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે