Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં

Continues below advertisement

રાજકોટમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાજલ્દી શરૂ થાય તેવી માગ પ્રબળ બની છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટુ શહેર અને 20 લાખની વસ્તી હોવાછતાં રાજકોટમાં એકપણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા નથી. ભણશે ગુજરાતની મોટી-મોટી વાતો થાય છે પણ શિક્ષણની વાસ્તવિકતા કંઈક અલગ છે.  શહેરના ભગવતીપરા વિસ્તારમાં 19 કરોડના ખર્ચે હાઈસ્કુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. દોઢ વર્ષથી આ શાળાની ઈમારત તૈયાર છે. પણ વિદ્યાર્થીઓ શાળા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. 12મી જાન્યુઆરીએ સાંસદે શાળાનું લોકાર્પણ પણ કર્યું હતું. એક વર્ષ વિતવા આવ્યું છતાં એડમિશનની પ્રક્રિયા શરૂ નથી થઈ. તો મનપા દાવો કરે છે કે મંજૂરી મળી નથી. શહેરના જાગૃત નાગરિકોએ શહેરમાં ધોરણ 9 થી 12ની સરકારી અંગ્રેજી માધ્યમની હાઈસ્કુલ જલદી શરૂ કરવાની માંગ કરી છે.  શહેરમાં માત્ર 4 ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. બાકીની પ્રાયવેટ શાળાઓ 80 હજારથી એક લાખ સુધીની ફી વસૂલે છે. મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવા ઈચ્છે પણ આટલી ફી કેવીરીતે ભરે તે એક સવાલ છે. જાગૃત નાગરિકોએ રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રી સુધી આ મુદ્દે રજૂઆતો કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola