Rajkot BJP News: રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણ, RMCના કાર્યક્રમમાં રામ મોકરીયાની બાદબાકીની ચર્ચા!
રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદની ચર્ચાએ પકડ્યુ જોર.. સાંસદ રામભાઈ મોકરીયાને મહાનગરપાલિકા કે ભાજપ સંગઠનના કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું હોવાની ચર્ચાએ પકડ્યુ જોર. વોર્ડ નંબર 13 અને 14માં આંગણવાડીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ પરષોત્તમ રૂપાલાનું તો નામ હતુ. ધારાસભ્યોથી લઈને મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યા હતા.. પરંતુ રામભાઈ મોકરીયાનું નામની બાદબાકી કરવામાં આવી. આખાબોલા હોવાથી રામભાઈ મોકરીયાને આમંત્રણ ન અપાયુ હોવાની પણ વાત વહેતી થઈ છે.. ત્યારે એબીપી અસ્મિતા સાથે વાત કરતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું કે હાલ સંસદ સત્ર શરૂ હોવાથી કદાચ મહાનગરપાલિકાના કાર્યક્રમમાં તેમને આમંત્રણ નહીં મળ્યુ હોય. રામભાઈ અમારા વરિષ્ઠ નેતા છે.. સમગ્ર મુદ્દે મેયર નયનાબેન પેઢડીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રામભાઈને કાર્યક્રમમાં ન બોલાવીએ એવુ વિચાર્યુ પણ નથી.. કોઈ ગેરસમજ હોય શકે છે.. રામભાઈ આખા બોલા અને સાચા બોલા નેતા છે.. તેમની બાદબાકી ન થઈ શકે.. સંસદ સત્ર ચાલુ હોવાથી રૂપાલા અને રામભાઈ હાજર રહ્યા નથી..