Junagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોત
Junagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોત
જૂનાગઢના ભંડુરીમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જૂનાગઢના ભંડુરીમાં થયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આ અકસ્માત જીતપુર સોમનાથ હાઈવે ઉપર બન્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવી જાય છે અને પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી કાર સાથે ધડાકા ભેર અથડાય છે. કારનો કચ્ચર ઘાણ બોલાઈ જાય છે અને આ અકસ્માતમાં સાત લોકોના જીવ જતા રહ્યા છે.
સાતમાંથી પાંચ મૃતકો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. બે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. બે કાર વચ્ચેના અકસ્માતમાં કુલ સાત લોકો મૌતને ભેટ્યા. તમામ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે માળિયાહાટીના હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. કદાચ ટાયર ફાટવાના કારણે અથવા અન્ય કોઈ કારણોસર આ ઘટના બની હોઈ શકે છે. એક તરફથી આવી રહેલી ગાડી અચાનક ટર્ન લઈને રોંગ સાઈડમાં જતી રહે છે અને ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલી ગાડીને ધડાકા ભેર અથડાય છે. મૃતકોને લઈને વિગતો એકઠી કરવામાં આવી રહી છે.