રાજકોટઃ ભવાનીનગરમાં દસ વર્ષની બાળકીના આપઘાત પાછળનું કારણ અકબંધ, શું કહ્યું પરિવારજનોએ?
રાજકોટના ભવાનીનગરમાં રહેતી 10 વર્ષની ખુશાલી નામની છોકરીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિવાર ધાર્મિક પ્રસંગમાં બહાર ગયો અને બાળકીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આપઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.