Kodinar News | મગના પાકમાં ઇયળનો ઉપદ્રવ થતાં ખેડૂતો ચિંતિત, જુઓ અહેવાલ
Kodinar News | કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મગના પાકનું વાવેતર કરતા ખેડૂતો હાલ મુશ્કેલી માં મુકાયા છે. ખેડૂતો આજે ખેતર ખેતર મગના પાકમાં દવાનો છંટકાવ કરતા નજરે પડે છે. કારણ કે મગ ના પાક માં લીલી અને કાળી ઈયળ નો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મગના પાકને તહસ નહસ કરી રહી છે ઈયળ. મગના પાંદડાને ઈયળ કોરી ખાઈ રહી છે જેના કારણે અનેક ખેડૂતોનો મગનો પાક નાશ થવાની કાગાર પર છે.