Kshatriya Andolan | ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે કરી ગુપ્ત બેઠક, શું થઈ ચર્ચા?
રાજકોટ - ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરે રાજકોટની ખાનગી હોટલમાં કરી બેઠક. કાલાવડ રોડ પર આવેલી ખાનગી હોટલમાં BJP સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે કરી ચર્ચા. પરસોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા પ્રયાસ. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું.