Rajkot TRP Game Zone Fire: મારા માટે હત્યા કાંડ નથી દુર્ઘટના છે: કુંવરજી બાવળિયા
Continues below advertisement
મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટમાં દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે મુજબની કાર્યવાહી થશે તેવી આપી ખાતરી. દુર્ઘટના માટે જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ સામે પણ કાર્યવાહી કરાશે તેવી કરી વાત.
રાજકોટમાં શનિવારે સાંજે શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 32 થયો છે. ત્યારે ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પણ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું. કુંવરજી બાળવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે 'આ હત્યાકાંડ તો ન કહી શકાય , પણ દુર્ઘટના કહી શકાય. ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ થશે. તેમજ હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર તરફથી કાળજી લેવામાં આવશે. જો આ ઘટનામાં કોઈ અધિકારી દોષિત હશે તો તેને પણ છોડવામાં આવશે નહીં.'
Continues below advertisement