Rajkot News : રાજકોટમાં વૃદ્ધ સાસુ પર વહુના અત્યાચારના આરોપ
દર્દભરી વ્યથા કહેતા આ છે રાજકોટના જાનકી પાર્કમાં રહેતા વિજયાબેન ભંડેરી. જેમને તેમના જ દીકરાઓએ આજે રોડ પર રખડવા મજબુર કરી દીધા. બે બે દિકરા હોવા છતા વહુના ત્રાસથી વિજયાબેન રોડ પર આવી ગયા. વિજયાબેનનો આરોપ છે કે તેમના નાના પુત્રની વહુ ગીતાબેન તેની સાથે ગેરવર્તણુક કરે છે. એટલુ જ નહીં. ઢોર માર મારીને ઘરમાંથી કાઢી મુકતા જેથુ તે ઘરેથી નીકળીને પુલ નીચે આવી ગયા. વૃદ્ધાનો આરોપ છે કે બંન્ને પુત્રો કારખાના ચલાવે છે.. તેમની પાસે જે પણ હતુ તે દિકરાઓએ પડાવી લીધુ.. અને હવે તેમને દર દર ભટકવા માટે મજબુર કરી દીધા. એટલુ જ નહીં.. વૃદ્ધાને માર મારનાર નાની વહુ ગીતાબેન ભંડેરીનો વીડિયો પણ વાયરલ થયો. જે વીડિયોમાં ગીતાબેન સામાજિક કાર્યકર સાથે વાત કરતા વૃદ્ધા પણ તેને માર મારવા દોડ્યા હોવાનું રટણ કરી રહ્યા છે.. જો કે વિજયાબેનની દર્દભરી વ્યથાનો વીડિયો વાયરલ થયા બાદ વહીવટી અધિકારીઓ પણ દોડ્યા. અધિકારીઓએ સમજાવીને વૃદ્ધાને ઘરે લઈ ગયા.. જ્યાં તેની પુત્ર અને પુત્રવધુએ માફી માગી.. જે પણ ઘટના બની તેના પર દુઃખ વ્યક્ત કર્યુ.. તો વૃદ્ધાએ પણ આભાર માન્યો..