Fire at Gopal Namkeen Factory : ગોપાલ નમકીનમાં આગ બની વધુ વિકરાળ, એક કિલોમીટરનો વિસ્તાર કરાવાયો ખાલી
રાજકોટમાં આગ લગાવાની ઘટના સામે આવી છે, રાજકોટ જીઆઇડીસીમાં આજે બપોર અચાનક આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા, આ આગ જીઆઇડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી હતી. આગ લાગવાથી ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઇ રહ્યાં હતા. હાલમાં આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. આ ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. માહિતી છે કે, આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાનાં લોધિકા તાલુકામાં મેટોડા GIDC ખાતે જાણીતી ગોપાલ નમકીન કંપનીની ફેક્ટરી આવેલી છે. આ ફેકટરીમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.