Mock Drill: આવતીકાલે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ
ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય હતી. તે પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી.. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલે ગુજરાત સહિત પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કશ્મીરમાં મોકડ્રિલ યોજાશે. ગુજરાતમાં સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. આ સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે. આવતીકાલે યોજાનારા મોકડ્રીલને લઈને ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી. જે બેઠકમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ગૃહ સચિવ, સિવિલ ડિફએન્સ ડીજી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા. રાજ્યના સરહદી વિસ્તારના કલેક્ટરો સાથે અધિકારીઓ વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી બેઠક યોજીને મોકડ્રીલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું..