Morbi Tractor Flooded | 17 લોકો સાથે ટ્રેક્ટર તણાયું, બધા રાડો પાડવા લાગ્યા, મેં બાવળનું થડ...

Morbi Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં 16 ઇંચ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યો છે. મોરબીમાં એક ટ્રેક્ટર કૉઝવેમાં તણાયુ હોવાની ઘટના સામે આવી છે, માહિતી પ્રમાણે આ ટ્રેક્ટરમાં 17 લોકો સવાર હતા અને 17 લોકોને લઇને જઇ રહેલું ટ્રેક્ટર અચાનક કૉઝવેમાં તણાઇ ગયુ હતુ, જોકે, શોધખોળ બાદ 10 લોકોનો બચાવ થયો હતો જ્યારે 7 લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે.  

ઘટનાની વિગતો એવી છે કે, મોરબીમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેને લઇને નદી-નાળા છલકાઇ ગયા છે. ગઇકાલે મોરબીના ઢવાણા નજીક એક કૉઝવેમાં 17 મુસાફરોને લઇને જઇ રહેલું એક ટ્રેક્ટર અચાનક કૉઝવેના પાણીમાં ફસાઇ ગયુ હતુ, આ પછી પાણીનો વેગ વધતા ટ્રેક્ટર તણાયુ હતુ, બૂમાબૂમ થતાં લોકોએ NDRF અને SDRFની ટીમો બોલાવી હતી, બન્ને ટીમોએ આખી રાત આ 17 લોકોની શોધખોળ કરી હતી જોકે આ ઘટનામાં 10 લોકોને સહીસલામત રીતે બચાવ થયો હતો અને 7 લોકો હજુ પણ લાપતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola