Raksha Bandhan | રક્ષાબંધનના પર્વને લઈને રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય
Continues below advertisement
રક્ષાબંધનના પર્વને લઈને રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય.. સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે એવામાં આ દિવસે મહિલાઓ BRTS અને સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ નિર્ણય લીધો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને રક્ષાબંધનની ભેટ આપવા મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં તારીખ 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનો માટે મુસાફરી તદ્દન ફ્રી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આખો દિવસ દરમિયાન બહેનો કોઈપણ સિટી કે BRTS બસમાં એક સ્થળેથી બીજા સ્થળે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. અને પોતાના ભાઈ તેમજ પરિવારને મળવા જવા માટે વાહનનો ખર્ચ બહેનોએ કરવો પડશે નહીં.
Continues below advertisement