Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ
રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં પગનાં દુઃખાવાની સારવાર માટે ગયેલી સપના પટોડિયાના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાયું હતું. આ ઘટના વિશે દર્દીએ ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટની યુનિકેર હોસ્પિટલના ડૉક્ટર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ...ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપ..જૂનાગઢની સપના પાટોડિયા નામની યુવતીને ડાબા પગમાં ગાઠ હતી. એપ્રિલ 2024માં તેણે યુનિકેર હોસ્પિટલના ડૉક્ટર જીગીશ દોશી પાસે ઓપરેશન કરાવ્યું. આરોપ છે કે, ડૉક્ટર જીગીશ દોશીએ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું. જેને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી..આ તરફ, યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું કહેવું છે..રિપોર્ટમાં બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. દર્દીની મંજૂરી લીધા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું છે.
યુનિકેર હોસ્પિટલના એડમીન કાર્તિક શેઠે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દર્દીને ડાબા પગમાં તકલીફ હોવાના કારણે અમે દાખલ કરી હતી. રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જે-તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ અમારા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. જમણા પગમાં પણ તકલીફ હોવાના કારણે દર્દી તેમજ તેમના પરિજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું.