રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લઈ નીતિન પટેલે શું કહ્યું ? જુઓ વીડિયો
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બનેલા આગના બનાવ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં 5 દર્દીના મૃત્યુ થયા છે, અન્ય દર્દીને વિવિધ હોસ્પિટલ્સમાં ખસેડી સારવાર અપાઈ રહી છે. ઘટનાની તાપસ અંગે મુખ્યમંત્રીએ પંચાયત વિભાગના સેક્રેટરીને જવાબદારી સોંપી છે..... અહેવાલ આવ્યા બાદ સાચી અને ચોક્કસ માહિતી મળશે. આ સિવાય નીતિન પટેલે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલા બનાવની તપાસ પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત કોવિડ હોસ્પિટલ્સમાં આગના બનાવો વધતા આ અંગે ફરીથી વિચારણા કરી જરૂર મુજબ નિયમોમાં ફેરફાર કરવાનું પણ તેમણે જણાવ્યું હતું.