
Rajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ
Continues below advertisement
રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપીંડીના કેસમાં વધુ એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે. દિલીપ વરસાડા નામના શખ્સને પોલીસે દબોચી લીધો છે. પોતાનું માનપાન વધે અને નામ થાય તે માટે કાર્યક્રમમાં જોડાયા હોવાનું પોલીસ સમક્ષ આપ્યું નિવેદન. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ઝડપાય પછી વધુ ખુલાસો થશે. અત્યાર સુધી કુલ ચાર આરોપી ઝડપાયા છે.
રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વર-વધૂ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા. વાજતે ગાજતે જાન જોડી આવેલા જાનૈયાઓ જાન પરત લઈ જવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી હતી.
Continues below advertisement
Tags :
Rajkot Samuh Lagna Case