Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ.. બળદ બાંધીને માલિક કારને ખેંચીને શો- રૂમ પર પહોંચ્યા. કાર પર એવુ પણ લખાણ સાથેનું બેનર માર્યું કે રેન્જ રોવર કાર ન લેતા. મેન્યુફેક્ચર પ્રોબ્લેમ સોલ્વ થતા નથી. વસીમભાઈ ખોખર નામની વ્યક્તિએ દોઢ વર્ષ અગાઉ બે કરોડ 30 લાખમાં રેન્જ રોવર કારની ખરીદી કરી હતી. કારમાં અનેક કંપની ફોલ્ટ હોવાની ફરિયાદ કરી છતા કોઈ યોગ્ય સર્વિસ ન કરતા કાર માલિકે અનોખી રીતે વિરોધ કર્યો. સાથે જ કંપની કારમાં રહેલા ફોલ્ટ અંગે લેખિતમાં બાંહેધરી આપે તેવી માગ કરી. તો શો રૂમના મેનેજરે સ્પષ્ટતા કરી કે વોરંટીમાં મુકવા માટે કાર માલિકની મંજૂરી જરૂરી છે.. પરંતુ તેઓને 10થી વધુ વખત ઈમેઈલ અને રૂબરૂમાં જણાવ્યા છતા કાર માલિક મંજૂરી આપતા નથી. જ્યારે પણ કારમાં ફોલ્ટ અંગે ફરિયાદ કરી ત્યારે ચેક કરવા પર કોઈ જ ખરાબી નજર આવી નથી.. શો રૂમ તરફથી કોઈપણ પ્રકારની લેખિતમાં બાહેંધરી આપવામાં આવતી નથી.. જો કે એવી બાંહેધરી ચોક્કસ આપવામાં આવી છે કે વોરંટી બાદ પણ આ પ્રકારનો ફોલ્ટ આવશે તો ફ્રીમાં રિપેરિંગ કરી આપવામાં આવશે..