Parshottam Rupala | રાજકોટમાં મોહન કુંડારિયાની ઉમેદવારીની ચર્ચા પર શું કર્યો મોટો ખુલાસો?
Lok Sabha Election 2024: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માંગની વચ્ચે રાજકોટ બેઠક પર ઉમેદવારને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મોહન કુંડારીયાની ઉમેદવારી નોંધાવે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. સરકારી વિભાગોનું નો ડ્યુ સર્ટિફિકેટ પણ કુંડારીયા તૈયાર કરતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરાતા હોવાથી કુંડારીયા ઉમેદવારી કરે તેવી ચર્ચા શરૂ થઇ હતી. જોકે પોતાની ઉમેદવારીને લઇને મોહન કુંડારિયાએ અફવા ગણાવી હતી. પરસોત્તમ રૂપાલાને જીતાડવા પ્રયાસ કરતા હોવાનો ટેલિફોનિક વાતચીતમાં દાવો કરવામાં આવ્યો હતો.
Tags :
Parshottam Rupala Mohan Kundariya : Gujarat BJP LOK SABHA ELECTION 2024 Parshottam Rupala Clarification