Gondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસો

ગોંડલના રાજકુમાર જાટના મળેલા મૃતદેહ મુદ્દે રાજકોટ ગ્રામ્ય પોલીસે કરી સત્તાવાર જાહેરાત. ગ્રામ્ય પોલીસે કેટલાક સીસીટીવી ફુટેજ જાહેર કર્યા. જેમાં બે માર્ચે પિતા અને પુત્ર રાત્રે કોઈ વાતને લઈને માથાકુટ કરતા દેખાય રહ્યા છે. એટલુ જ નહીં. ત્રણ માર્ચે રાત્રે બે વાગ્યાની આસપાસ મૃતક રાજકુમાર જાટ ઘરેથી નીકળી ગયો હોવાના પણ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. 3 માર્ચે રાજકુમાર જાટ રાધામ આશ્રમ પર પહોંચ્યો હતો. અને ચાર માર્ચે આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દુર અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત નિપજ્યુ. જો કે યુવકના મોત મુદ્દે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જો કે મૃતકના પિતા રતનલાલ જાટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મારે જયરાજસિંહ જાડેજા સાથે કોઈ દુશ્મની નથી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola