ABP News

Rajkot Hospital CCTV Leak: રાજકોટની પાયલ હોસ્પિટલના CCTVકાંડમાં પોલીસને સફળતા

Continues below advertisement

રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી હતી. પોલીસે મહારાષ્ટ્રથી બે, પ્રયાગરાજથી એક આરોપીની અટકાયત કરી છે. તેમણે જણાવ્યું કે, મહિલાઓના CCTV લીક કરનાર પ્રયાગરાજ અને મહારાષ્ટ્રના લાતૂરમાં  છેલ્લા 1 વર્ષથી ત્રણ લોકો આખું નેટવર્ક ચલાવતા હતા. અમેરિકાના એટલાન્ટા અને રોમાનીયાના હેકરની મદદથી આ રેકેટ ચાલતું હતું. આ ઉપરાંત અનેક હોસ્પિટલોના વીડિયો અપલોડ થયાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સ્ટાફની સંડોવણી સામે ન આવ્યાનો પોલીસે દાવો કર્યો છે. આ ઉપરાંત આવી ઘટનાને રોકવા હોસ્પિટલોમાં સાયબર સિક્યોરિટીને લઈ સેમિનાર કરાશે.

ત્રણ સાયબર માફિયાએ ષડયંત્ર રચ્યાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સીપી મોડા નામનો પ્રયાગરાજનો વ્યક્તિ પણ આ ષડયંત્રનો ભાગ હોવાની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપી આવતીકાલે અમદાવાદ પહોંચશે. આ ચકચારી ઘટના બાદ રાજય સરકાર પણ એક્શનમાં આવી હતી અને સીએમ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. વીડિયોની વાત ધ્યાનમાં આવતા તુરંત કાર્યવાહી શરૂ કરાઈ હતી. ક્રાઈમબ્રાંચ અને સાયબર સેલે તુરંત તપાસ શરૂ કરી હતી. તપાસમાં રાજકોટનો વીડિયો હોવાનું સામે આવ્યું હતુ. પાયલ નર્સિંગ હોમનો વીડિયો હોવાની સ્પષ્ટતા થઈ હતી. અમદાવાદ પોલીસે રાજકોટ પોલીસ સાથે સંકલન કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram