Ganeshsinh Jadeja Vs Alpesh Kathiriya : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર વૉર

Ganeshsinh Jadeja Vs Alpesh Kathiriya : ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર વૉર

Gondal News:ગોંડલમાં ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે સોશલ મીડિયા પર વોર ચાલી રહી છે. ગણેશ જાડેજાએ આપેલા પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલ્યો છે. તેમણે  સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે  છે કે.” "ગોંડલ કરો... સ્વાગતની તૈયારી...”

ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક સભામાં ગણેશ ગોંડલે  એવું કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. જેના સંદર્ભમાં જ વળતો જવાબ આપતા અલ્પેશ કથીરિયાએ આ પોસ્ટ કરી છે. તેમણે  ગણેશ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે આ પોસ્ટ દ્વારા ગોંડલ આવવાની અને આખો દિવસ ફરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ દરમિયાન અમે તપાસ કરીશું કે આખરે  ગોંડલમાં કેવો માહોલ છે?

તો બીજી તરફ આ પોસ્ટનો જવાબ આપતા સામે ગણેશ જાડેજાએ લખ્યું કે, “ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર છે, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે.  આ રીતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાકયુધ્ધ ચાલી રહ્યો છે, જેના કારણે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અને જાડેજા જુથ વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યાં છે. બંને વચ્ચે વાક્યુદ્ધ અન પોસ્ટર વોરના કારણએ ગોંડલનું રાજકારણ પણ ગરમાયુ છે. બંનેના સમર્થકોની પોસ્ટર પણ લાગેલા જોવા મળી રહ્યાં છે. બંને વચ્ચેની  સ્થિતિના  કારણએ  આગામી મી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ઉલ્લેખનિય છે કે,ઉલ્લેખનિય છે કે, ગોંડલ ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગત રવિવારે ગોંડલમાં સમાજ હિત માટે લડનારા વિનું શિંગાળાની પ્રતિમા સ્થાપવા મુદ્દે અગ્રણીની બેઠક મળી હતી આ સમયે એક અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોઘરાએ પાટીદાર જુથને એકજૂટ થવા આહવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, ગોંડલમાં 80 ટકા પાટીદારની વસ્તી હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી પાટીદારનો ધારાસભ્ય નથી આવી શક્યા તે શરમજનક છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola