Gujarat Rain | ગુજરાતમાં આજે કયા કયા જિલ્લામાં મેઘરાજાની થઈ પધરામણી? | Saurashtra Rain
Continues below advertisement
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે પગલાં લેતું આગમન થઈ રહ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો હતો અને આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. સુરત જિલ્લાના પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું, ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ અને કોસમડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે વાવણીલાયક વરસાદ શરૂ થવાથી પાકને ફાયદો થશે. ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને પણ આ વરસાદથી રાહત મળી છે.
Continues below advertisement