રાજકોટ: દુકાન બંધ રાખવા બાબતે કૉગ્રેસના કાર્યકર્તા અને વેપારીઓ વચ્ચે થઈ બોલાચાલી, જુઓ વીડિયો
રાજકોટ: કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કૉંગ્રેસ અને કેટલાક ખેડૂત સંગઠનોએ બંધને સમર્થન આપ્યું છે. ત્યારે રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં દુકાન બંધ રાખવા બાબતે કોંગી કાર્યકર્તાઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઈમિટેશન બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. બી ડિવિઝન પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.