સળગેલા પાકને બચાવવા જતા જેતપુરના આ ગામમાં એક ખેડૂતનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ (Rajkot) ના જેતપુરના ખેતરમાં એક ખેડૂતનું સળગી જવાથી મોત થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંના પાકમાં કોઈ કારણસર અચાનક આગ (Fire) લાગતા દેવકીગોલ ગામના વૃદ્ધ ખેડૂત ઘઉંના પાકને બચાવવા જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા, જ્યાર બાદ તેમનું મોત થયું. મૃતક ખેડૂત ધીરુભાઈ મોહનભાઈ સતાસીયા 65 વર્ષના હતા. ઘટનાની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થેળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement