રાજકોટના આ ગામમાં પ્રકૃતિ પ્રેમીએ સ્મશાનને બનાવ્યું સુંદરવન, બાળકો કરે છે ધિગ્ગા-મસ્તી
રાજકોટના કૃષ્ણનગર કણકોટ ગ્રામના પૂર્વ સરપંચ લાલભાઈ વિરાણીએ સ્મશાનમાં 500 વૃક્ષ વાવ્યા છે. ખેડૂત પુત્ર લાલભાઈએ સ્મશાનને પોતાની કર્મભૂમિ બનાવી. પૂર્વ સરપંચે બંજર જમીનને લીલીછમ બનાવી દીધી. સ્મશાનમાં આંબો, આંબલી,જાબુડા,બદામ,દાડમ,ચીકુ અજમેરી બોર,સીતાફળ,રાણ, નારિયળી, ખારેક,ખલેલા સહિતના ફળોના વૃક્ષ વાવ્યા છે. તે સિવાય પોતાના ખર્ચે 20 જાતના ફૂલના છોડ વાવ્યા હતા. બાળકો સ્મશાનમાં રમવા પણ આવે છે.