રાજકોટનું એરપોર્ટ ફરી ધમધમશે, 12મી જુલાઇથી ઇંડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની સેવા શરૂ
રાજકોટનું એરપોર્ટ ફરી ધમધમતું થશે. કોરોના કેસ ઓછા થતાં મુંબઈ અને દિલ્લી વચ્ચે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં હવાઈ સેવાનો ગ્રાફ વધી રહ્યો છે. 12મી જુલાઇથી ઇંડિગો અને 15મી જુલાઈથી સ્પાઇસ જેટની સેવા શરૂ કરવામાં આવશે.