Rajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025

Rajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025

રાજકોટ જીલ્લાના ધોરાજીના ઝાંઝમેર ગામ નજીક જાનૈયા ભરેલ બસ પલટાઈ ગઈ છે.. કાલાવડથી જૂનાગઢ સમૂહ લગ્નમાં જાનમાં જાનૈયાઓને લઈને જતી બસ ઝાંઝમેર પલટાઈ ગઈ હતી....આ બસમાં 60 થી વધુ જાનૈયાઓ સવાર હતા.. મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી.. બસ પલટી મારતા જાનૈયાઓ ના જીવ તાળવે ચોટી ગયા હતા.. જેમાં ત્રણથી ચાર મહિલાઓને ઇજાઓ પહોંચી હતી..ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણ બગડાને જાણ થતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોરાજી ખસેડવામાં આવ્યા હતા.. આ  અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી..                                                               

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola