રાજકોટ: રાત્રી કર્ફ્યૂમાં પોલીસથી બચવા પુરપાટ ઝડપે હંકારતા કાર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે

Continues below advertisement
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજમાં રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે નીકળેલા કારચાલકે ખાનગી હોસ્પિટલના કર્મચારી બાઇકચાલકને કારની અડફેટે લીધા બાદ 50 ફૂટ રિવર્સમાં ઢસડ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા બાઇકચાલક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે યુવક ખાનગી હોસ્પિટલમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતો અને કરણ પરમાર શનિવારે રાત્રે હોસ્પિટલમાં નોકરી પૂરી કરીને બાઇક પર પોતાના ઘરે જવા નીકળ્યો હતો...જ્યાં તે કાલાવડ રોડ પર સામેથી રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram