Rajkot: નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ, યુવાઓએ જીવના જોખમે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન, બે મહિલાઓને બચાવાઇ
રાજકોટના લોધિકામાં રાવકી નદીમાં કાર તણાતા એકનું મોત થયું હતું. રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામતા પુલ પર ગઈકાલે સાંજે 7 વાગે કાર તણાઈ હતી જેમાં નિવૃત બેંક કર્મી લાલજીભાઈ ધેલાણીનું નિધન થયું છે જ્યારે કારમાં સવાર બે મહિલાઓને ગામના સરપંચ સહિત યુવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. નદીના પાણીના પ્રવાહમાં કાર પુલ નીચે પાણીમાં ગરકાવ થઈ ગઇ હતી. જેની જાણ થતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પહોંચ્યા હતા અને કારમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ સહિત યુવાનોએ દિલધડક જીવના જોખમે રેસ્ક્યુ કરી બે મહિલાઓને બચાવી. જો કે અન્ય એકનું મોત થયું હતું.