Rajkot News: રાજકોટ શહેર ભાજપ કાર્યાલયનો વેરો બાકી હોવાનો શહેર કૉંગ્રેસ પ્રમુખનો આરોપ

Continues below advertisement

રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમનો વેરો બાકી હોવાનો શહેર કૉંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનો આરોપ. રાજદીપસિંહ જાડેજાએ દાવો કર્યો છે ભાજપ કાર્યાલયનો છેલ્લા બે વર્ષથી ન તો વેરો વસુલવામાં આવ્યો છે.. ન તો તેની આકરણી કરવામાં આવી છે.. એક તરફ રાજકોટ મહાનગર પાલિકા સામાન્ય જનતા પર 18 ટકા વ્યાજ સાથે દંડો ઉગામી રહ્યું છે. તો પછી ભાજપ કાર્યાલયનો વેરો વસુલવામાં મહાનગરપાલિકાના સત્તાધીશો કેમ ઉણા ઉતરી રહ્યા છે.. રાજદીપસિંહ જાડેજાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો કમલમ વિરૂદ્ધ કાર્યવાહી નહીં થાય તો મહાનગરપાલિકાના કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ મનપામાં એક્સ આર્મીમેનની ભરતીમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટને કારણે ઉમેદવારો હાજર નહીં રહ્યા હોવા પર પણ સરકારની નીતિઓની ટીકા કરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola