રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 12 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, જુઓ વીડિયો
રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિના દરમિયાન થયેલી 12 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક પિતાપુત્રની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 15 લાખનો મુદ્દામાલ અને 3 લાખ રોકડ કબજે કર્યા હતા. વૈભવી જીવન જીવતો આનંદ સીતાપરા આ પહેલા પણ ચોરીના ગુનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.