રાજકોટ ડબલ મર્ડર કેસમાં સર્જાઇ કરૂણાંતિકા, હત્યારા ઈમરાનની સાથે તેના બંન્ને બાળકોના મોત
રાજકોટ-ડબલ મર્ડર કેસમાં કરૂણાંતિકા સર્જાઈ છે. હત્યારા ઈમરાનની સાથે તેના બંન્ને બાળકોના પણ મોત થયા છે. ગઇકાલે ઇમરાને પત્ની અને મામાજીની હત્યા કર્યા બાદ બંન્ને બાળકોને સાથે રાખીને અગ્નિસ્નાન કર્યુ હતું. ત્રણેય સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં ત્રણેયનું મોત થયું હતું.