Rajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
રાજકોટ: ગુજરાતભરમાં નમકીનમાં ગોપાલનું નામ જાણીતું છે. બુધવારે બપોરે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા લોધિકા તાલુકાના મેટોડા જી.આઈ.ડી.સી.માં આવેલી ગોપાલ સ્નેક્સ લિ.ના પ્રોડક્શન યુનિટમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ મોડી રાતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ગોઝારી આગને બુઝાવવા માટે જામનગર, ગોંડલ, શાપર, વેરાવળ, રાજકોટ સહિતના ફાયર ફાઈટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ઇજા થઈ છે. આગની ચપેટમાં ગોપાલ ફેક્ટરીનું આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે. આજે સવારે પણ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.સામાન્ય રીતે રાજકોટમાં કારખાનાઓમાં સાપ્તાહિક રજા બુધવારે આપવામાં આવે છે. જોકે, માહિતી એવી પણ મળી રહી છે કે, આ કારખાનામાં રવિવારે રજા આપવામાં આવે છે. આ આગમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ગોપાલની ફેક્ટરીના એક યુનિટમાં આગ લાગતા પહેલા વેરહાઉસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.