Rajkot fire tragedy case: અગ્નિકાંડને નજરે જોનાર સાક્ષી દક્ષને ક્રાઈમ બ્રાંચ સમક્ષ પૂછપરછ માટે બોલાવાયો

Continues below advertisement

રાજકોટ અગ્નિકાંડને નજરે જોનાર સાક્ષી દક્ષને ક્રાઈમ બ્રાંચ સમક્ષ પૂછપરછ માટે બોલાવાયો. રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગી ત્યારે દક્ષ નામનો યુવક ગેમઝોનમાં ઉપસ્થિત હતો. જો કે સમય સૂચકતાથી બહાર નીકળી જતા જીવ બચી ગયો. જે બાદ દક્ષને હવે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચ ઑફિસે બોલાવાયો છે. 

રાજકોટ TRP અગ્નિકાંડમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 9 આરોપીઓને ઝડપી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પૈકી જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. જ્યારે આજે અન્ય લોકોને પણ તપાસમાં નિવેદન માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. આ સાથે નજરે જોનાર વ્યક્તિને પણ માહિતી આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેને લઇ આજરોજ સમગ્ર ઘટના જોનાર યુવાન દક્ષ કુંજડિયા પણ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નિવેદન આપવા પહોંચ્યો છે. આ ઉપરાંત ગેમ ઝોનમાં એસી તેમજ સાઉન્ડ સહિતની વસ્તુઓ ફિટિંગ કરનાર વેપારીઓના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram