Rajkot fire tragedy case: ગેમ ઝોનમાં AC-સાઉન્ડ સહિતની વસ્તુઓ ફિટિંગ કરનાર લોકોને બોલાવ્યા પૂછપરછ માટે

Continues below advertisement

Rajkot fire tragedy case: ગેમ ઝોનમાં AC-સાઉન્ડ સહિતની વસ્તુઓ ફિટિંગ કરનાર લોકોને બોલાવ્યા પૂછપરછ માટે


રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની ટીમે તપાસને તેજ બનાવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે. તપાસ ટીમે પહેલા જવાબદાર વિભાગના સંકળાયેલા અધિકારીઓની પૂછપરછ કરી અને રિપોર્ટ સોંપ્યો. તો હવે ગેમ ઝોનમાં કામગીરી કરનાર એટલે કે એસી ફીટ કરનાર, સાઉન્ડ અને પ્રોજેક્ટર ફીટ કરનાર લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. એસી ફીટ કરનારને એસીમાં આગ લાગી હતી કે તેની તે સવાલ કરાયા. જ્યારે સાઉન્ડ પ્રોજેક્ટરનાં કેબલો કેવી રીતે ફીટિંગ કરાયા તે અંગેના પણ સવાલો કરાયા

રાજકોટમાં TRP ગેમઝોનનાં આગકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગેમ ઝોનમાં એસી ફીટ કરનારને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. જેમાં એસી ફિટીંગ કરનાર લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એસીમાં લીકેજ હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એસીમાં ગેસ લીકેજથી ભડકો થયો કે કેમ તે અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમજ ગેમ ઝોનમાં સાઉન્ડ અને પ્રોજેક્ટ ફીટ કરનારને બોલાવવામાં આવ્યા છે. સાઉન્ડ પ્રોજેક્ટરનાં કેબલો કેવી રીતે ફીટિંગ કર્યા તેને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ વધુ બે વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram