Rajkot Fire Tragedy: જેતપુરમાં ડાઇંગ એસોસિએશનનું સર્ક્યુલર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ માં 27 લોકો ના મોત નીપજ્યા બાદ તંત્ર દ્વારા સ્કૂલ હોટલ કોલેજ દુકાનો મોલ માં સંઘન ફાયર સેફટી ને લઈ ચેકીંગ હાથ ધરાયું હોઈ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિઅન દ્વારા તમામ કારખાને દારો યુનિટો ને ફાયર સેફટી સાધનો રાખવા સર્ક્યુલર બહાર પાડ્યું
રાજકોટના જેતપુરમાં ડાઇંગ એસોસિએશને તમામ કારખાનેદારોને ફાયર એનઓસી લેવા સૂચના આપી. સાડીના કારખાનામાં ગરમ ઓઇલવાળા બોઇલર, ચીમનીઓ અને વિવિધ મશીનરી હોય છે.. ત્યારે ગેમઝોન અગ્નિકાંડ બાદ સાવચેતી રાખવી જરૂરી છે.. જેને લઈ જે એકમ પાસે ફાયર NOC કે લાયસંસ ન હોય તો તેના માટે અરજી કરવા એસોસિએશને સર્ક્યુલર જાહેર કર્યું.. એટલું જ નહીં ફાયર એક્ટીગ્યુસર સહિતના સાધનો પણ એકમમાં લગાવવાની સૂચના આપી.. સાથે જ કોઈપણ પ્રિન્ટિંગ અને પ્રોસેસ હાઉસ એકમમાં બાળ મજુરોને કામ ઉપર ન રાખવા અપીલ કરી